બાલાસિનોર, આજરોજ જેઠોલી ખાતે ભટીયા તળાવની કેનાલનું મેન્ટેનન્સ કરવામાં ચાલી રહ્યું છે. જેની અંદર પથ્થરના પીચિંગ વગર ડાયરેક્ટ આરસીસીનો માલ મારી આ મેન્ટેનન્સ કરવામાં આવે છે. શું એસ્ટીમેન્ટ મુજબ આ રીતનું મેન્ટેનન્સ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરેલો છે. શું આ બાબતે અધિકારીઓ માહિતગાર છે કે નહીં એ જોવું રહ્યું. હાલ ચાલી રહેલા મેન્ટેનન્સ કારીગરને પૂછતા એવું જાણવા મળ્યું અમને આ રીતે કામ કરવાનું કહ્યું છે કોન્ટ્રાક્ટરે અને આ મેન્ટેનન્સ ની અંદર જે માટીની જરૂર પડે તે આજુબાજુના ખેતરો માંથી લેવામાં આવે છે. શું એસ્ટીમેન્ટ મુજબ કામ ચાલી રહ્યું છે કે, કેમ તે સવાલ ઊભો થઈ રહ્યો છે.
સ્થાનિક ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે આ મેન્ટેનન્સ ચાર મહિના પહેલા પણ આ રીતનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું પણ ચાર મહિનાની અંદર ફરી કેનાલ તૂટી ગઈ છે.