બાલાસિનોરના જનોડ કોતર ગામમાં ગેરકાયદેસર માટીની ચોરી

બાલાસિનોર તાલુકાના જનોડ ગામની કોતરમાં કેટલાય સમયથી માટીની ચોરી થતી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા હતા. ત્યારે જનોડ ગામમાં કોતર પાસે ધોળા દિવસે બિનઅધિકૃત માટી ચોરી કરી ટ્રેકટરમાં ભરતા હોવાનુ સામે આવ્યુ હતુ.માટી ચોરી કરીને ગ્રામજનોને વેચાતી અપાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

જનોડ ગામમાં કોતરમાં છેલ્લા કેટલાય સમયથી માટી ચોરી થતી હોવાનુ ગ્રામજનોમાં દેખાઈ રહ્યુ છે. પરંતુ અધિકારીઓને નથી દેખાઈ રહ્યુ.જનોડ ગામના કોતરમાં બેફામ માટી ચોરી થાય છે. જે બાબતે થોડાક સમય પહેલા એક જાગૃત નાગરિક દ્વારા મહિસાગર ખાણ ખનીજ અધિકારી ચંદ્રેશ પરમારને ટેલિફોનીક ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈપણ જાતની તપાસ કે કાર્યવાહી કરવામાં ન આવતા ખાણ ખનીજ તંત્રની કામગીરી ઉપર ગ્રામજનોમાં અનેક સવાલો ઉભા થયા છે ત્યારે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.