બાલાસિનોરના જનોડ ગામે અન્યના નામે આવાસ મંજુર કરાતા તપાસ

બાલાસિનોર, બાલાસિનોરના જનોડ ખાતે રાજેન્દ્રસિંહ સોલંકીના પિતાના નામે મિલ્કત નં-976નો ધરથાળ પ્લોટ આવેલો છે. જે ધરથાળ પ્લોટમાં 2016/17માં અન્યના નામે પ્રધાનમંત્રી આવાસ મંજુર કરી દીધુ હોવાથી અરજદાર દ્વારા ગ્રામ વિકાસ મંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે તપાસનો ધમધમાટ બાલાસિનોર ટી.ડી.ઓ.નિધિરાજ પટેલ દ્વારા શરૂ કરાયો છે. આ પ્રધાનમંત્રી આવાસ નિયમોનુસાર મંજુર કરવામાં આવ્યુ છે કે કેમ ? તેનો ઠરાવ તેમજ દરખાસ્ત અને ધરથાળ પ્લોટ કોના નામે મંજુર થયો હતો. તે રેકર્ડ સાથે મેળવણુ તથા ચકાસણી કરવામાં આવે તો જ હકીકત બહાર આવે તેમ છે. ત્યારે ખરેખર આ આવાસ કયા વર્ષમાં મંજુર થયુ અને તે વર્ષમાં સરપંચ-તલાટી તરીકે કોણ હતા સહિતની તપાસ માટે તલાટીને દફતર લઈને કચેરી ખાતે બોલાવ્યા છે. ત્યારે દફતરની ચકાસણીમાં તમામ માહિતી જાણવા મળશે.