બાલાસિનોર, બાલાસિનોર તાલુકાની બોડોલી ગ્રામ પંચાયતમાં જમિયત પુરાની સીમમાં મેસર્સ મોર્યા વેસ્ટ કેમિકલ સાઈટ કાર્યરત કરવામાં આવી છે. આ સાઈટ કાર્યરત થતાં પહેલા અને બાદ પણ આજદિન સુધીમાં ધણી વખત આવેદનપત્રો આપી અમરણાંત ઉપવાસો પણ કરવામાં આવ્યા છે. પરંતુ પ્રજાને નકકર પરિણામ મળ્યુ નથી. સાથે બોડોલી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તા.30 મેના રોજ બાલાસિનોર મામલતદારને લેખિત રજુઆત કરી જણાવ્યુ હતુ કે, મેસર્સ મોર્યા વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઈટમાં ગેરકાયદે માટીનુ ખનન કરવામાં આવી રહ્યુ છે. જે બાબતે મામલતદાર તપાસ કરવા જાય તે પહેલા ખાણ-ખનીજ ટીમ પહોંચી એક જીસીબી અને એક ટ્રક પણ સીઝ કર્યો હતો. પરંતુ બીજા દિવસે એક હિટાચી મશીન અને પાંચ ટ્રકો ગેરકાયદે માટીનુ ખનન ચાલુ જ રહ્યુ હતુ. આ અંગે નાયબ મામલતદાર બી.ટી.પરમારે જણાવ્યુ હતુ કે,બોડોલી ગ્રામ પંચાયતમાં મેસર્સ મોર્યા વેસ્ટ કેમિકલ સાઈટમાં માટી લઈ જતી હોવા બાબતે કંપની માલિકને બે વખત નોટિસ આપવામાં આવી છે પરંતુ કંપની માલિક આજદિન સુધી આવ્યા નથી. હવે આગળ કાર્યવાહી કરીશુ.