બાલાસિનોર,ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી ચોમાસામાં વધારેમાં વધારે વૃક્ષો દરેક તાલુકામાં રોપવામાં પણ આવે છે ત્યારે બાલાસિનોર તાલુકામાં પરવાનગી વગર ગેરકાયદેસર લાકડા ભરેલ વાહનોની હેરાફેરી વધી ગઈ છે. તાલુકાની ગુંથલી ગ્રામ પંચયતના વોર્ડ નં-2ના સભ્ય મહેશભાઈ રાધાભાઈએ પંચાયતની પરવાનગી વગર જ ઝાડો કાપી વેચી માર્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને બાલાસિનોર મામલતદાર દ્વારા ગુંથલી ગ્રામ પંચાયતના સભ્ય મહેશભાઈ રાધાભાઈ ગોહિલને પરવાનગી વગર લીલા ઝાડ કાપતા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. જેમાં 11 મેના રોજ ખુલાસો આપવા જણાવ્યુ હતુ.