બાલાસિનોરના ધનેલા અને પારૂપગીના મુવાડા પ્રા.શાળામાં એક જ શિક્ષક

બાલાસિનોર,સરકાર પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સ્વ થાય છે અને ખાનગી શાળા છોડી છાત્રો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા હોવાના દાવાઓ વચ્ચે વાસ્તવકિ પરિસ્થિતિ જાણવા વચ્ચે બાલાસિનોર તાલુકાની ધનેલા પ્રાથમિક શાળામાં તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ધો-1 થી 5માં 25 વિધાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. પરંતુ અહિંયા એક માત્ર શિક્ષક ભરતભાઈ પટેલ કે જેઓ આચાર્યની પણ કામગીરી કરે છે. સાથે એકથી પાંચના છાત્રોને એક જ વર્ગમાં બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છે. જયારે ભરતભાઈને પુછતા તેમને જણાવ્યુ હતુ કે, છાત્રોને એકસાથે બેસાડી ભણાવવામાં મુશ્કેલી પડે છે પરંતુ શુ કરવુ ? હું એક જ શિક્ષક છુ. શિક્ષણકાર્યની સાથે વહીવટી જવાબદારી પણ હોય છે. બધા બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડીને ભણાવુ છુ.