
બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના દેવ તાબે આવેલા દાદાના મુવાડા પાસે કાર અને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે મોટરસાયકલ ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના દેવ તરફથી બાલાસિનોર તરફ જવાના રસ્તા પર દાદાના મુવાડા પાટિયા પાસે મોટરસાયકલ અને મારૂતિ સુઝુકીની કાર નંબર GJ-35-H-8622 ના ચાલક દ્વારા ગફલત રીતે ચલાવી મોટર સાઇકલ સવાર રમેશભાઈ ભલાભાઈ ચૌહાણ રહે દેવનાઓ ને માથાના અને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે દેવ રૂલર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.