
બાલાસીનોર,બાલાસિનોર તાલુકાના ભોગિયાકિનારી ખાતે 4 મકાનમાં આગ લાગતા તેમની વ્યથા જોઈને પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર તાલુકાના પૂર્વ ધારાસભ્ય, અમુલ ડેરી આણંદના ડિરેકટર અને દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઇ) પાઠક, મહીસાગર જિલ્લા પંચાયતના સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ બિપિનભાઈ પરમાર, બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કિરીટભાઈ ચૌહાણ દ્વારા પીડિત પરિવારોની મુલાકાત લઇ એમને સહાય અપાવવાની બહેતરી આપી હતી.