બાલાસિનોરના ભીમ ભમરડા મંદિરે બે નકલી પોલીસે દંપતિ પાસેથી 14 હજાર પડાવ્યા

બાલાસિનોર, બાલાસિનોર નગર વિસ્તારથી માત્ર બે કિ.મી.અંતરે આવેલા ભીમ ભમરડા મંદિરના કુદરતી નજારાને માણવા માટે એક દંપતિ ફરવા ગયુ હતુ. ત્યાં બે લબરમુછીયા પોલીસ બની આવતા અંદાજિત 14 હજાર જેટલી રકમ પડાવી લીધાનો કિસ્સો બાલાસિનોર ટાઉન વિસ્તારમાં પ્રકાશિત થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

બાલાસિનોર નગર વિસ્તારથી માત્ર બે કિ.મી.ના અંતરે આવેલા ભીમ ભમરડા મહાદેવ ખાતે ડુંગરોની હારમાળામાં કુદરતી પ્રકૃતિના ખોળામાં મંદિર આવેલુ છે. જયાં એક દંપતિ ફરવા માટે આવ્યુ હતુ. જયાં બાલાસિનોર નગર વિસ્તારના બે લબરમુછીયા ઈસમો પોલીસ હોવાની કહી અહિં કેમ આવ્યા છો કહી ધમકાવી યુપીઆઈ મારફતે અને રોકડ રકમ સહિત અંદાજિત 14 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જયારે દંપતિ ડરી જતા બાલાસિનોર પોલીસ મથકે પહોંચ્યુ હતુ ત્યાં આ નકલી પોલીસનો પર્દાફાશ થયો હતો. જયારે સમગ્ર મામલો બાલાસિનોર પોલીસ દ્વારા નકલી પોલીસને પકડી લાવવામાં આવ્યા હતા જયારે નકલી પોલીસ બની ગયેલા બે યુવાનોને તાત્કાલિક કપલ પાસેથી લીધેલા રૂપિયા પરત આપ્યા હતા. જયારે કપલ દ્વારા કોઈ લેખિત અરજી ના આપતા અને કોઈ કાર્યવાહી નહિ કરવાનુ જણાવતા મામલો રફે દફે થયો હતો.