બાલાસિનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં કુતરાઓનો ત્રાસ વધતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જયારે અનેક વિસ્તારોમાં કુતરા કરડવાના કિસ્સા વઘ્યા છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા પાંચ હાટડીયા, ભોઈવાળા, નિશાળ ચોક, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં સવાર-સાંજ રખડતા કુતરાઓ લોકોની પાછળ દોડે છે. જેથી લોકો કરડવાની બીકે અનેક અકસ્માતો સર્જાઈ ચુકયા છે. કુતરા કરડવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. અગાઉ પણ બાલાસિનોરમાં એક મહિનામાં 70થી વધુને કુતરા કરડવાના કિસ્સા સામે આવ્યા હતા. જયારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.