- વીજ કર્મીએ કહ્યું હું દારૂ પીવા બેઠો છુ ઓફિસે અરજી આપી જજો કહી ગાળો બોલ્યો.
બાલાસિનોર, બાલાસિનોર તાલુકા ગ્રામ્ય મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અંતર્ગત બોડોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફોન કરતાં વીજ કર્મી દ્વારા ફોનમાં કહેવામાં આવ્યું હતું કે, હું દારૂ પીવા બેઠો છું, અરજી ઓફિસે આપી જાવની ઘટનાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચાઓ જાગી છે.
મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના બોડોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વસંતભાઈએ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ ફરિયાદ નિવારણ કેન્દ્રમાં તાલુકાના જાલુબારિયાના મુવાડા ખાતે વીજ વાયરો પર ઝાડ અડી જતાં ભારે નુકસાની સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે એક અઠવાડિયા પહેલાં ફરિયાદ નિવારણ કેન્દ્રમાં જાણ કરવા છતાં પરિણામ ના મળતા ફરી 14 ઓક્ટોબરના ફરી ફોન કર્યો હતો. જેમાં સંતોષકારક જવાબ ના મળતા વધુ વાત કરતા ફરજ પર હાજર એમ.એન.ઝાલા દ્વારા ફોન કરનાર નશાની હાલતમાં કહ્યું હતું કે હું દારૂ પીવા બેઠો છું, મારી ઓફિસે અરજી આપી જજો આજે કશું થાય નહિ કહી ગાળો બોલતા સમગ્ર મામલે ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.