- બાલાસિનોરના ઇતિહાસમાં પહેલી વખત કડક કાર્યવાહી કરવામાં આવી.
- બાલાસિનોર મામલતદારનો સપાટો.
બાલાસીનોર, રાજકોટના ગેમઝનમાં આગની દુર્ઘટના બાદ બાલાસિનોરમાં તંત્ર સફાળું જાગ્યું હતું અને બાલાસિનોર નગર તેમજ તાલુકામાં ચાલતી ફાયર એન.ઓ.સી. તેમજ બિનખેતી ના હુકમ વિનાની દુકાનો અને હોટેલોમાં ચકાસણી શરૂ કરવામાં આવી હતી. શનિવારે બાલાસિનોર મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા તથા ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ચકાસણી કર્યા બાદ 19 એકમોને સીલ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાં માનવ હોટેલ, ઓનેસ્ટ તવા ફ્રાય, આશીર્વાદ હોટેલ, ભારત બેટરી, કેજીએફ ટાયર, ગણપતિ કપાસિયા ગોળ, રાસાયણિક ખાતર ગોડાઉન, મિસ્ત્રી એજન્સી, ઉમાં ટ્રેકટર, ફ્રેન્ડસ સ્ટીલ, અંબર હોટેલ, ન્યુ રોયલ ઢાબા, વેલકમ ટી સ્ટોલ, સહયોગ મારબલ, ઇન્ડિયન સપ્લાયર્સ, મયૂર હોટેલ, સહિત આકાશ હોટેલ જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે.
બાલાસિનોર નગરમાં ફાયર એન.ઓ.સી. તેમજ બિનખેતીના હુકમ વિનાની દુકાનો તેમજ હોટલોની સંખ્યા વધારે છે. અત્યાર સુધી આ તમામ હોટેલો તેમજ દુકાનોને તંત્રએ રહેમનજર હેઠળ ચાલવા દીધા છે. ફાયર એન.ઓ.સી. વિનાના એકમો ઘણા મોટા પ્રમાણમાં છે. ફાયર એન.ઓ.સી. વિનાની 5 હોટેલો ને નોટિસ આપવામાં આવી હતી. ફાયર એન.ઓ.સી. વિનાની બાલાસિનોર ની માનવ હોટેલ હોનેસ્ટ તવા ફ્રાય, સર્વોદય તવા ફ્રાય, આશીર્વાદ હોટેલ, ભારત બેટરી, ગણપતિ કપાસિયા ગોળ, રાસાયણિક ખાતર ગોડાઉન, મિસ્ત્રી એજન્સી, ઉમાં ટ્રેકટર, ફ્રેન્ડસ સ્ટીલ, અંબર હોટેલ, ન્યુ રોયલ ઢાબા, વેલકમ ટી સ્ટોલ, સહયોગ મારબલ, ઇન્ડિયન સપ્લાયર્સ, મયૂર હોટેલ, સહિત આકાશ હોટેલ અને કેજીએફ ટાયર ની દુકાનને સીલ કરવામાં આવી હતી. જ્યારે ચાર હોટેલોમાં ફાયર એનઓસીની મુદત પૂરી થઈ ગઈ હોવાનું જણાતા તેને નોટિસ આપવામાં આવી હતી.
બાલાસિનોર ની 4 હોટેલમાંથી 14 ઘરવપરાશના ગેસના બોટલ પકડાતા કાર્યવાહી કરવામાં આવી હતી…
બાલાસિનોર નગરમાં મામલતદાર સહિત ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નગર તેમજ તાલુકામાં આવેલ સર્વોદય તવા ફ્રાય હોટેલમાં 1, આસોપાલવ હોટેલમાં 3, ઓનેસ્ટ તવાફ્રાય હોટેલમાં 4 અને અંબર હોટલ માંથી 6 ઘરવપરાશના બોટલ ઝડપાતા બોટલ કબઝે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ એકમો સીલ કરાયા…
માનવ હોટેલ, ઓનેસ્ટ તવા ફ્રાય, સર્વોદય તવા ફ્રાય, ભારત બેટરી, કેજીએફ ટાયર, આશીર્વાદ હોટેલ, ગણપતિ કપાસિયા ગોળ, રાસાયણિક ખાતર ગોડાઉન, મિસ્ત્રી એજન્સી, ઉમાં ટ્રેકટર, ફ્રેન્ડસ સ્ટીલ, અંબર હોટેલ, ન્યુ રોયલ ઢાબા, વેલકમ ટી સ્ટોલ, સહયોગ મારબલ, ઇન્ડિયન સપ્લાયર્સ, મયૂર હોટેલ, આકાશ હોટેલ, મયુર હોટલ માંથી દારૂની ખાલી બોટલો મળ્યાના અહેવાલને લઇ બાલાસિનોર મામલતદાર દ્વારા રિપોર્ટમાં પણ ઉલ્લેખ કર્યાના અહેવાલ પ્રાપ્ત થાય છે
આ એકમોને નોટીસ ફટકારાઈ….
અન્નપૂર્ણા હોટેલ, ક્વોલિટી ઈન હોટેલ, આસોપાલવ હોટેલ, સબરસ હોટેલ, જી મઢુલી રેસ્ટોરન્ટ.