બાલાસિનોર મામલતદાર કચેરીમાં એ.ટી.વી.ટી.શાખામાં અધિકારીઓની ગેરહાજરીથી અરજદારો પરેશાન

બાલાસિનોર મામલતદાર કચેરીમાં આવેલી એટીવીટી શાખામાં અરજદારો તાલુકાના વિવિધ ગામોમાંથી પોતાના કામ અર્થે આવતા હોય છે. ત્યારે અરજદારોને અધિકારીઓની આડોડાઈના કારણે ધકકા ખાવાનો વારો આવ્યો છે.

બાલાસિનોરની મામલતદાર કચેરીમાં આવેલ એટીવીટી શાખામાં તાલુકાના વિવિધ ગામોમાંથી અરજદારો પોતાના બાળકોના જાતિના પ્રમાણપત્રો, સોગંદનામુ અને આધાર-પુરાવા સહિતના વિવિધ દાખલાઓ કઢાવવા સવારથી આવતા હોય છે. ત્યારે આ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ પૈકી નાયબ મામલતદાર હાજર રહેતા નહિ હોવાની તેમજ સમય કરતા મોડા આવતા હોવાની અને વહેલા જતા રહેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી વિવિધ કામો માટે આવતા અરજદારોને એક સહી માટે દિવસભર મામલતદારની રાહ જોઈને બેસવુ પડે છે. જેના કારણે કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી સરપ્રાઈઝ ચેકિંગ કરી ફરજમાં બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલા લેવા માંગ કરાઈ રહી છે.