બાલાસિનોર,કે.એમ.જી. જનરલ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત સુભદ્રાબેન નવીનચંદ્ર શાહ નર્સિંગ કોલેજ બાલાસિનોર દ્વારા જે.વી. દેસાઈ પ્રાથમિક શાળા પરિસરમાં કુપોષણ અટકાવવાના હેતુથી હેલ્થ એજ્યુકેશનને લગતી માહિતી આપતું સુંદર પ્રદર્શન યોજાયું હતું.આ પ્રદર્શનનું રિબન કાપીને કે.એમ.જી. જનરલ હોસ્પિટલના મંત્રી રજનીકાંત શાહે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ રાજેન્દ્રભાઈ દેસાઈ, લાયન્સ ક્લબના મંત્રી પ્રવીણભાઈ સેવક,યું.એન.મહેતા ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ભરતભાઈ પટેલ, નર્સિંગ કોલેજના આચાર્ય નવનીતભાઈ શર્મા, જે.વી.દેસાઈ શાળાના આચાર્ય દીપકભાઈ વણકર, યશવંતભાઈ રામી ઉપસ્થિતિ રહ્યા હતા.
નર્સિંગ કોલેજના વિધાર્થીઓ દ્વારા નિર્મિત પ્રદર્શનમાં વીના શરીરમાં પોષણ માટેના તત્વોનો અભાવથી થતી બીમારીઓ, કુપોષણ દૂર કરવા માટે સંતુલિત આહાર લેવા અને કુપોષણ દૂર કરવામાટેના ઉપાયોના સુંદર ચિત્રો સાથે માહિતી દર્શાવતા આ પ્રદર્શનનો 400 ઉપરાંત વિદ્યાર્થીઓ અને નગરજનોએ લાભ લીધો હતો.