બાલાસીનોર, બાલાસીનોર પાસેથી પસાર થતી લકઝરી કારમાં ઈંગ્લીશ દારૂ લઈ જવાતો હોય તેવી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ કારને રોકીને કારનું ચેકીંગ કરતાં ઈંગ્લીશ દારૂ અને બીયર ટીન મળી 1,51,400/-રૂપીયા દારૂ તથા કાર મળી 5.56 લાખનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાંં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર માંથી લકઝરી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્ો ભરીને પસાર થવાની છે. તેવી બાતમીના આધારે સ્ટેટ વીજીલન્સ ટીમ દ્વારા વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રેટા ગાડી નં.આરજે.27.સીએફ.8170ને રોકી હતી. ચાલક જીતેન્દ્ર ઉર્ફે જેકી પુરીલાલ ડાંગી (રહે. ગીરવા, જી.ઉદેપુર)ને ઝડપી પાડયો હતો. કારમાં ચેકીંગ કરવામાં આવતાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલો અને બીયર ટીન મળી નંગ-1430 કિંમત 1,51,400/-રૂપીયાનો દારૂનો જથ્થો તેમજ કાર મળી કુલ કિંમત 5,56,000/-લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બાલાસીનોર પોલીસ મથકે પકડાયેલ કાર ચાલક, દારૂ મંગાવનાર અને કાર માલિક વિરૂદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.
દારૂ ભરેલ પકડાયેલ ક્રેટા ગાડી માંથી ગુજરાત પાર્કીંગની નંબર પ્લેટ મળી આવી છે. પકડાયેલ કાર ચાલકે કબુલાત કરી છે કે, ગુજરાતમાં એક ફેરો મારવાના 3હજાર આપવામાં આવતા હતા.