- અગાઉ આ સર્કલ ઓફિસર સામે અનેક આક્ષેપો થયા હતા.
બાલાસિનોર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરની મહીસાગર જીલ્લા કલેકટર નેહા કુમારી દ્વારા તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવતા સમગ્ર મહિસાગર જીલ્લામાં નાયબ મામલતદારોમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો ત્યારે આગાઉ આ નાયબ મામલતદારનો સામે અનેક આક્ષેપો થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર અને નાયબ મામલતદારની ફરજ બજાવતા વી.એમ.આજરાની મહીસાગર જીલ્લા કલેકટર નેહા કુમારી દ્વારા વહીવટી સરડતા ખાતર કડાણા મામલતદાર કચેરી ખાતે પુર રાહત નાયબ મામલતદાર તરીખે બદલી કરવામાં આવી છે. જ્યારે તેઓ સામે ઈલેશ પટેલની મહીસાગર ચૂંટણી અધિકારીની કચેરી માંથી સર્કલ તરીખે બાલાસિનોર તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળવા હુકમ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાસિનોર નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વી.એમ આજરા દ્વારા ખેડૂત ખાતેદારોને નોંધો માટે ખૂબ હેરાન પરેશાન કરવામાં આવતા હતા. તેમજ નોંધો પાસ કરાવવા માટે અરજદારો પાસે નાણાંકીય વ્યવહાર કરીને જ નોંધની અસર આપતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે મહીસાગર કલેકટરને પણ સદર બાબતે જાગૃત વ્યક્તિઓ દ્વારા જાણ કરી માહિતગાર કરાતા મહીસાગર જીલ્લા અધિકારી દ્વારા તાત્કાલિક નિર્ણય લેતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.