
બાલાસિનોર,રાજસ્થાન પરિવહનની એસટી બસની ટક્કરથી બાલાસિનોર શાકભાજી લેવા નીકળેલ 75 વર્ષીય અલ્લારખી મકસુદ ભાઈ મુલતાનીને પગમાં ઇજાઓ થઈ હતી. બુધવારે સવારે રાજપુરી દરવાજા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતો જ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાલાસિનોરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાને વધુ સર્વર માટે મોડાસા પર ખસેડાઈ હતી. બાલાસિનોરના રાજપુરી દરવાજા પાસે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. તેના કારણે વારંવાર અકસ્માતો પણ વધ્યા છે.