બાલાસિનોરમાં લાયન્સ રીઝીયન કોન્ફરન્સ યોજાઈ

બાલાસીનોર, બાલાસિનોર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીક 32 32 F-1 ના રીઝિયન ચેરમેન લા. મનહરભાઈ ઠાકરની રીઝિયન કોન્ફરન્સ ગાર્ડન પેલેસ, બાલાસિનોરમાં યોજાઈ હતી.

ઉદ્દઘાટક ડિસ્ત્રરિક ગવર્નર લા.વિજયસિંહ ઉમટ, રીઝિયન ચેરમેન લા.મનહરભાઈ ઠાકર અને અન્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રીઝિયન કોન્ફરન્સ નો પ્રારંભ થયો હતો. ડિસ્ત્રીક્ટ ચેરમેન લા.વિજયભાઈ ઉમટએ લાયન્સ ક્લબ બાલાસિનોર અને રીજીયનમાં સમાવિષ્ટ લાયન્સ ક્લબોની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં રીઝિયનમાં સમાવિષ્ઠ ક્લબોએ બેનર પ્રેઝન્ટેશન કર્યા બાદ ક્લબોને સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન ઇન્ટરનેશનલ ડાયરેક્ટર(એન્દ્રોસી) લા. રમેશભાઈ પ્રજાપતિ અને અતિથિવિશેષ ઙખઈઈ લા.જે.પી. ત્રિવેદીએ બાલાસિનોર લાયન્સ ક્લબની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

કી નોટ સ્પીકર ડો.પ્રિતેશ શાહએ સુંદર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં PDG લા. કૃષ્ણકાંત દેસાઈ, PDG લા.દિનેશભાઈ સુથાર, PDG લા.જયેશભાઈ દલાલ તેમજ VDG -1 લા. મનોજભાઈ પરમાર, VDG -2 લા.દીપકભાઈ સુરાનાએ લાયનવાદ અંગે જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઝોન ચેરમેન લા. ધ્રુવેશભાઈ પારેખ અને લા. નૃપલભાઈ પટેલ અને લાયન્સ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સ ચેરમેન ડો.લા. વિમલભાઈ પટેલ અને કોન્ફરન્સ વાઇસ ચેરમેન ડો.લા. રાકેશભાઈ શાહ, લાયન્સ ક્લબ બાલાસિનોરના પ્રમુખ લા. ઋચિરભાઇ ઉપાધ્યાય, અને લાયન્સ સભ્યોના સુંદર સહકારથી કોન્ફરન્સ સફળ રહી હતી.