- લાઈટિંગ વાળી છત્રી, ડીજે, રંગબેરંગી ધજાઓ સાથે આગમન આકર્ષણનું કેન્દ્ર.
બાલાસીનોર, ગઈકાલથી ગણેશ મહોત્સવ શરૂ થઈ ગયો છે. ગણેશ મંડળોએ પ્રતિમાઓ ડીજેના તાલે રંગબેરંગી લાઈટિંગના અજવાળા પાથરી મંડપ સુધી લાવી દીધી છે. ટેકનોલોજીના યુગમાં યુવાનોએ પોતાની સંસ્કૃતિ અને ધાર્મિકતાને આજે પણ જીવંત રાખી છે. હિન્દુ સંસ્કૃતિની આગવી ઓળખ એવી ટોપી સાથે પારંપારિક યુવાનોની ટીમ જોશ સાથે આગળ વધી રહી છે. બાલાસિનોર નગરમાં બસ સ્ટેન્ડ, રાજપુરી દરવાજા બાજુ એક પછી એક પ્રતિમાના આગમને દિવાળી જેવો માહોલ ઉભો કરી દિધો હતો. બાલાસિનોરના પ્રસિદ્ધ એવા હોળી ચકલા યુવક મંડળ દ્વારા આશરે વીસેક વર્ષથી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. જે પરંપરા મુજબ આ વર્ષે પણ હોળી ચકલા યુવક મંડળ દ્વારા બાલાસિનોર નગરના બસ સ્ટેન્ડ થી ડીજે ના તાલે વાજતે ગાજતે ગણેશજીની સવારીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં હોળી ચકલા યુવક મંડળના આયોજક યુવાનો તેમજ હોળી ચકલા વિસ્તારના મોટી સંખ્યામાં જી ભક્તોએ ગણેશજીનું ભવ્ય સ્વાગત સત્કાર કરી વાજતે ગાજતે જીની સવારી લઇને બાલાસિનોર બસ સ્ટેન્ડ થી હોળી ચકલા ગણેશ પંડાલ પહોંચતા ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા.