બાલાસિનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં છેલ્લા ચાર મહિનામાં એક કુતરાએ આતંક મચાવ્યો હતો. જેમાં સોસાયટી બહાર જતા રહિશોને બચકા ભરી લેતા ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નગર વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા રહિશોમાં સમર્પણ સોસાયટીમાં વધુ પડતુ રહેતુ એક કુતરાએ જાણ નંદનવન સોસાયટીના માણસોને ટાર્ગેટ બનાવ્યા હોય તેમ એક બાદ એક લોકોને ટાર્ગેટ કરી બચકા ભરવાનુ ચાલુ કર્યુ હતુ. જેમાં આજદિન સુધી બાર લોકોને બચકા ભરી લેતા હાલ સોસાયટીના રહિશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જયારે સોસાયટીના રહિશો પોતાની સોસાયટીની બહાર નીકળે ત્યારે હાથમાં પથ્થર લઈ નીકળવાની ફરજ પડી છે.