બાલાસિનોરમાં ફરજમાં બેદરકાર 3 તલાટી અને 2 ગ્રામસેવકને નોટિસ

બાલસિનોર રાજ્યના તમામ ખેડૂતોના આધાર લીંક નોંધણી માટે કાર્યવાહીના ભાગરૂપે બાલાસિનોર તાલુકાના પી.એમ.કિશાન સન્માન નિધિ અંતર્ગત લાભ મેળવતા ૨૬૭૯૦ લાભાર્થીઓના 25 નવેમ્બર 2024 સુધી આધાર લિંક કરવા જણાવ્યું હતું. જે કામગીરી ખેડૂતોના ડિસેમ્બર મહિનાના હપ્તાની રકમની ચૂકવણી ને ધ્યાને રાખી કામગીરી સમયમર્યાદામાં કરવા માટે બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર દ્વારા 14 નવેમ્બર 2024 ના રોજ કામગીરી અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો.

જે હુકમના અનુસંધાને બાલાસિનોર પ્રાંત અધિકારી દ્વારા તા. 17 નવેમ્બર 2024 ના રોજ પ્રાંત કચેરીએ બાલાસિનોર તાલુકાના પી.એમ. કિશાન સન્માન નિધિ અંતર્ગત લાભ મેળવતા લાભાર્થીઓના આધાર લીંક કરવાની કામગીરીને લઇને મિટિંગ રખાતા તલાટી કમ મંત્રીઓને તેમજ ગ્રામ સેવકોને મિટિંગમાં ફરજિયાત પ્રાંત કચેરીએ હાજર રહેવા જણાવેલ હતું. પરંતુ દોલતપોરડા, જેઠોલી, જોરાપુરા – મેઘલિયાના તલાટી તેમજ બે ગ્રામ સેવક મિટિંગમાં ગેરહાજર હોઇ તેમની અત્યંત નબળી કામગીરી હોઇ કયા કારણોસર સુપરવાઈઝર સાથે રહીને કરી શક્યા નથી તે બાબતે એક દિનમાં લેખિત ખુલાસો આપવાનું તેમજ તેઓની કામગીરી ૧૦૦% પૂરી કરી પ્રાંત કચેરીએ રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું હતું.