
બાલાસીનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી નાગરિક કો.ઓપરેટિવ બેન્કમાં લોકરની સુવિધા પેટે વર્ષે હજારો રૂપિયા ચાર્જ લેવા છતાં સમયસર સુવિધાઓનો અભાવ જોવા મળતા ખાતેદારોમાં રોષ ભભુકી ઉઠયો છે. મળતી વિગતો અનુસાર બાલાસિનો નગર વિસ્તારમાં સ્થિત નાગરિક કો.ઓપરેટીવ બેંકમાં લોકરની સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે તાલુકાના તથા નગરના વિવિધ ખાતેદારો પોતાની પુંજી આ લોકરમાં સુરક્ષિત રહે તે માટે મૂકે છે. ત્યારે તાત્કાલિક જરૂર હોય તેવા સંજોગોમાં અહીં લોકર ઓપરેટરો પોતાનું લોકર ઓપરેટ કરવા માટે આવતા હોય છે. આવા સંજોગોમાં બેંકના કર્મચારીઓ ખાતેદાર સાથે વિવિધ પ્રકારના નિયમ ના લાગતા હોય તેવા નિયમ બતાવી હેરાન પરેશાન કરી મૂક્યા છે. ત્યારે આવા બેંક કર્મચારીઓ સામે તાત્કાલિક અસરથી બદલી કરી ખાતેદારોના હિતમાં અન્ય સુમેળ કર્મચારીની નિમણૂંક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.