બાલાસિનોર, બાલાસિનોર નગરમાં 40 ડીગ્રીનો પારો યથાવત રહેતા બજાર સૂમસામ બન્યા છે. ત્યારે વેપારીઓ દ્વારા પોતાની દુકાન આગળ તાડપરીઓ બાધીને છાંયડો કરી રહ્યા છે. ત્યારે તાલુકામાં વિવિધ ગામડાઓમાંથી આવતા ગ્રાહકો સવારના 11 વાગ્યા પહેલાં ખરીદી કરી પરત ઘરે પોહચી જાય છે. ત્યારે બાલાસિનોર નગરમાં છેલ્લા એક અઠવાડિયાથી 40 ડિગ્રી ગરમીનો પારો યથાવત રહેતા ગ્રાહકો સાથે વેપારીઓ પણ ત્રસ્ત થયા છે. ત્યારે ગામડાં માંથી આવતા ગ્રાહકો માટે પાણીની પરબોની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.