બાલાસિનોરમાં 11 કિલો ગૌ માંસ સાથે બે ઝડપાયા

બાલાસિનોર,બાલાસિનોરમાં પોલીસે પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળતા નગરના વ્હોરવાડ વિસ્તારમાં આવેલા ગલ્લામાંથી ગૌ સાથે બે ઈસમને ઝડપી પાડયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.એન.નિનામાનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, બાલાશીનોર અમદાવાદી દરવાજા કસાઈવાડામાં રહેતા (1) આશીફભાઇ ઇબ્રાહીમભાઇ બેલીમ તથા (2) મહમંદ ફારૂક રસુલભાઈ શેખ નાઓ બાલાશિનોર અમદાવાદી દરવાજા કસાઇવાડામાં રહેતા ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ બેલીમ નાઓની પાસેથી ગૌ માંસનો જથ્થો લાવી બાલાશીનોર વહોરવાડ સૈફી મોહલ્લા હજરત લવિંગશાહ પીર દરગાહ પાસે આવેલ આસીફના ગલ્લામાં ગૌમાંસનો વેપાર ધંધો કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતા ગૌવંશનુ 11 કીલો 400 ગ્રામ જેટલુ માંસ મળી કુલ્લે રૂપિયા 2596 નો મુદ્દામાલ મળી આવેલ જે માંસને સુરત એફ.એસ.એલ ખાતે પરીક્ષણ માટે મોકલતા સદર માંસ ગૌવંશનું જણાય આવેલ હોય જેથી આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.