બાલાસીનોર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાની મીટીંગ યોજાઈ

બાલાસીનોર, બાલાસિનોર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશન મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ ડી.ચુડાસમા, મહીસાગર જીલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, મહીસાગર જિલ્લા કિસાન મોરચા પ્રભારી પીનલભાઈ પટેલ, દાહોદ જિલ્લા પ્રભારી મિથીલેસભાઈ, પ્રદેશ સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ સચિનભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહામંત્રી કાળુભાઈ માછી અને જયેશભાઈ પટેલ, જિલ્લા હોદ્દેદારો, તેમજ તાલુકા મંડળના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.