બાલાસિનોર ખાતે સંયુક્ત ઉપક્રમે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

બાલાસીનોર,શ્રેયસ હાઇસ્કુલ બાલાસિનોર ખાતે જી. સી. ઇ.આર. ટી. ગાંધીનગર અને જિલ્લા તાલીમ શિક્ષણ ભવન સંતરામપુર, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા શ્રેયસ હાઇસ્કુલ બાલાસિનોરના સંયુક્ત ઉપક્રમે ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 2023ને બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલ, મહીસાગર જીલ્લા સંચાલક મંડળના પ્રમુખ આર.ડી.પટેલ, શ્રેયસ હાઈસ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી મૂળશંકર આર. ઉપાધ્યાય અને હોદ્દેદારો, શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા બાળકોનો ઉત્સાહ વધાર્યો.