બાલાસિનોર ખાતે મહોરમ તાજીયાના તહેવાર નિમિત્તે બાલાસિનોર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું

બાલાસીનોર, 5 થી 6 વાગ્યા દરમ્યાન આવતી કાલે મહોરમ(તાજીયા)તહેવાર અનુંસંધાને તાજીયા ઝુલુસના રૂટ નિશાળ ચોકથી વિસર્જનવાળી જગ્યા સુધી ફૂટ પેટ્રોલિંગ કરી રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં ના.પો.અધિ. પી.એસ.વળવી તથા ડી.વાય.એસ.પી.ટી.વી. ડોડીયા સાથે પોલીસ માણસો તથા હોમગાર્ડ, જી.આર. ડી હાજર રહ્યા હતા.