બાલાસીનોર ખાતે હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને બે હોસ્પિટલના સહયોગથી રકતદાન કેમ્પ યોજયો

બાલાસિનોર, તા. 9/7/2023 ને રવિવાર નારોજ હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અમીરાત કમેટી, કાલુપુર દ્વારા અને કે.એમ.જી. હોસ્પિટલ બાલાસિનોર તથા લારા હોસ્પિટલ ગોધરાના સહયોગ થી રક્તદાન કેમ્પનું આયોજન બાલાસિનોર ખાતે બે અલગ-અલગ સ્થાને રાખવામાં આવ્યું. જેમાં નવપંચ જમાતખાનામાં ગોધરા રેડક્રોસ, લુણાવાડા રેડક્રોસ અને કાલુપુર મદરેસામાં ગોધરા રેડક્રોસના સહયોગ થી સફળ આયોજન હેઠળ બાલાસિનોર સમાજના જાગૃત નાગરિકો એ રક્ત દાન કરી આયોજનને સફળ બનાવ્યો.

જેમાં બાલાસિનોર શહેરના પી.આઈ. અંસુમન.એન.નીનામા, બાલાસિનોર મુસ્લિમ સમાજના અગ્રણીઓ પઠાણ ઈરફાનખાન રમઝાનખાન, પઠાણ નવાબખાન, લાલુભાઈ સૈયદ, હાજી રેહાન બોબી, મેમણ ઇકબાલભાઈ, મીરઝા સલીમ બેગ, મીરઝા અલતાફ બેગ, પઠાણ ઈદરીસખાન એ હાઝરી આપી તથા બાલાસિનોરની તમામ કમેટીઓએ રક્ત દાન કરી સાથ-સહકાર આપ્યો.

આ કેમ્પમાં ગોધરા રેડક્રોસને 85 બોટલ અને લુણાવાડા રેડક્રોસને 52 બોટલ એમ કુલ 137 બોટલ લોહીનું દાન કર્યું.