બાલાસિનોર ખાતે પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં ઉજવાશે જીલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ

મહીસાગર, મહીસાગર જીલ્લાના બાલાસિનોર સિડફાર્મ સર્વોદય હોસ્પિટલ બાજુમાં સેવાલિયા રોડ ખાતે જીલ્લા કક્ષાનાં પ્રજાસતાક પર્વનાં સમારોહની રંગારંગ ઉજવણી કરવામાં આવશે. આ સમારોહમાં રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે સવારે 9 કલાકે ધ્વજવંદન કરવામાં આવશે.

મહીસાગર જીલ્લા કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે સાથે પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન, વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીમાં સામેલ થવા માટે જીલ્લાના રાષ્ટ્રપ્રેમી નાગરિકોને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.