બાલાસિનોર-કઠલાલ વચ્ચેનો રસ્તો બિસ્માર

બાલાસિનોર-કઠલાલ વચ્ચેનો રસ્તો બિસ્મારબાલાસિનોર-કઠલાલ વચ્ચેનો રસ્તો બિસ્મારબાલાસિનોરના બાયપાસથી કઠલાલ તરફ જવાના નેશનલ હાઈવે નં.-47 ઉપર ઠેર ઠેર ખાડા પડી જતાં હાઈવે તદ્દન બિસ્માર થઈ ગયો છે. જેના કારણે અહિંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે.

આ માર્ગ અમદાવાદથી ઈન્દોૈરને જોડતો હાઈવે હોવાથી આ માર્ગ પર દાહોદથી અમદાવાદ વચ્ચે ત્રણ ટોલનાકા પર ટોલટેક્ષ ચુકવ્યા બાદ પણ વાહનચાલકોને સારા રોડની સુવિધા નહિ મળતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા બાલાસિનોરથી કઠલાલ વચ્ચેનુ 40 કિ.મી.નુ અંતર કાપતા 45 મિનીટનો સમય લાગતો હતો. જે હવે સવા કલાક જેટલો સમય લાગે છે. આ રોડ પરથી પસાર થવા માટે બાલાસિનોરથી અમદાવાદ જવા કાર માટે રૂ.185 ટોલટેક્ષ ચુકવવો પડે છે. બાલાસિનોરથી 5 કિ.મી.આગળ ફાગવેલ નજીક ખડગોધરા, પોરડા, કઠલાલ પાસે મોટા ખાડા પડી જવાથી અકસ્માતની ભિતી સીેવાઈ રહી છે. ત્યારે વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ વસુલવા છતાં સારા રોડની સુવિધા મળતી નથી. ત્યારે ગુજરાત તેમજ મઘ્યપ્રદેશ અને રાજસ્થાન ત્રણ રાજયોને જોડતા આ બિસ્માર હાઈવેનુ વહેલી તકે સમારકામ કરવા માંગ કરાઈ છે.