
આજરોજ તા.5/09/2024ને ગુરૂવાર નારોજ શિક્ષકદિન નિમિત્તે કાલુપુરના ગ્રામજનો તથા મસ્જિદે બદર કમિટીના પ્રમુખ તથા સભ્યો અને અન્ય આગેવાનો કાલુપુર પ્રા.શાળાના બધા ગુરૂજનોનું પુષ્પ અને ભેટ આપી અનોખી રીતે સન્માન કર્યું હતું.જે ખરેખર સમગ્ર શિક્ષકો માટે ગૌરવ કહેવાય અને સાચી રીતે ગુરૂજનોનું સન્માન કરી સમાજમાં એક શ્રેષ્ઠ ઉદાહણ પુરૂ પાડ્યુાં આ પ્રસંગે ગ્રામજનો એ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં શિક્ષકો ખુબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે અને અમારા બાળકો પણ ખુબ જ ઉત્સાહ થી ભણી રહ્યા છે. આ તબક્કે શાળા પરિવારે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.