- સરપંચ દિપકભાઈ પંચાલ દ્વારા જેઠોલી ગામને સ્માર્ટવિલેજ બનાવવા તરફ પ્રયાણ.
જેઠોલી ગામ વચ્ચે થી નીકળતા કોતરની સરપંચ દ્વારા સાફ સફાઈની શરૂઆત કવામાં આવી હતી. હાલમાં ગામના સરપંચ દિપકભાઈ પંચાલે ચોમાસામાં કોતરમાં પાણી ભરાઈ જતાં પાણી ગામ તરફ આવી જતા કોતરને સાફ તેમજ ઊંડું કરવાનું કામ હાથ ઉપર લઈને કામ પૂર્ણ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. તેમજ જેઠોલી ગામમાં વર્ષોથી નીકળતા કોતરની સાફ-સફાઈનો એક મોટો પ્રશ્ર્ન હતો જેની સફાઈ આજદિન સુધી કરવામાં આવી ન હતી.
બીજું બાજુ વૈજનાથ મહાદેવ ની સામેની બાજુમાં આવેલા સ્મશાનમાં પણ પેવર બ્લોક નાખવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જેઠોલી સરપંચ દિપકભાઈ પંચાલ ગામમાં કોઈપણ નાત જાતના ભેદભાવ રાખ્યા વિના વિકાસના કામો અવિરત પણે કરી રહ્યા છે, જ્યારે પંચાયત વિસ્તાર માં હવે દરેક રસ્તાઓ પેવર બ્લોક અને ટૂંક સમયમાં ફરીયે ફરીએ ઈઈઝટ જોવા મળી રહેશે. તેમજ સ્મશાન ભૂમિમાં પણ સારી સુવિધાઓ મળી રહે તે માટે પેવર બ્લોકનું કામ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે, તેમજ 44 પંચાયતોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.