બાલાસિનોર નગરમાં આવેલી જલારામ સોસાયટીમાં 20 જૂનના રોજ રાત્રિના સમયે એક મહિલાએ ગળેફાંસો ખાતા ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે પોલીસ દ્વારા જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર જલારામ સોસાયટીમાં ઘર નંબર 21માં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ પટેલના પતિ દિનેશભાઈ પટેલ એક માસ અગાઉ મરણ પામેલ હતા. જેનો ગહેરો શોક તેઓના પત્ની જયશ્રી બેનને લાગતા 20 જૂનના રાત્રિના સમયે ગળેફાંસો ખાઇ લેતા સવારના સમયે દીકરાની પત્ની જાનકીબેન જોઈ જતા ગભરાઈ જઈ બૂમો પાડતા જેથી આસપાસના પાડોસી દોડી આવ્યા હતા. જે બાદ દીકરાની પત્ની દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરી હતી જે બાબતે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી.