બાલાસિનોર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના મેનેજરને કાર ભડભડ સળગી જતાં અનેક તર્ક-વિતર્ક

  • કારમાં 1 કરોડ વીસ લાખ રૂપિયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું.

બાલાસિનોર, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે સ્થિત આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના મેનેજરની કાર સંતરામપુર તાલુકાના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગામ નજીક મેઈન રોડ પર ગત રાત્રીના આશરે સાડા દસ થી અગીયાર વાગ્યાના અરસામાં બાલાસિનોર તરફથી આવી રહેલી કાર અચાનક જ ભડભડ સળગી જતાં તેના ચાલક આઇ.સી.આઇ.સી.આઇ બેન્કના મેનેજર ગુમસુદા છે જયારે કારમાં રહેલા એક કરોડ વિસલાખ જેટલી માતબાર રકમ સળગી ગઈ કે લૂંટ થઈના સવાલો સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ વિષય બન્યો હતો.

કાર સડગતી જો આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને કરાતાં સ્થાનિક પોલીસ પણ રાત્રે ઘટના સ્થળે દોડી ગયેલ ગોધરા રેન્જ આઈ.જી. તેમજ મહીસાગર ડી.એસ.પી. સહિત પોલીસની ટીમો ગુમસુધા બેંકના મેનેજર અને ઘટનાની તપાસ કરી રહ્યા છે કારમાં રાખેલા એક કરોડ વીસ લાખ જેવી માતબર રકમ સ્થળ ઉપર જોતા પેટીમાં સળગી ગઈ હોય તેવું જોવા મળતું નથી માટે અનેક શંકા કુશંકાઓ ઊભી થઈ છે.મળતી વિગતો મુજબ એક કરોડ વીસ લાખ રૂપિયા જેવી મોટી રકમ રકમ સાથેની કાર બાલાસિનોર આઈસી.આઈસી. બેંક ના મેનેજર લઈ ને દાહોદ જઈ રહેલ તેમની કારમાં પતરાની પેટી માં રોકડા રૂપિયા એક કરોડ ને વીસ લાખ હતાં સૌથી આશ્રય પમાડે તેવી હકીકત એ છે કે આ કાર સળગી ગઈ પરંતુ કાર ને આ રોકડ રકમ લઈ ને જનાર બેંકના મેનેજર વિશાલ પાટીલ ધટના સ્થળે જોવા મળેલ નહીં ને જે પતરાની પેટી માં રોકડા રૂપિયા મુકેલ તે પેટી ની નોટો જો સળગી ગઈ હોય તો તેની રાખ પેટી માં જોવાં મળે પરંતુ આવું કઈ જણાતું નથી. ને બનાવ બન્યા થી અત્યાર સુધી આ બેંક મેનેજર વિશાલ પાટીલ નો કોઈ પત્તો મળેલ નથી અને આ મેનેજર નું થયું ને તે ક્યાં છે તેની કોઈ માહિતી કે જાણકારી નથી.

જાણભેદુ દ્વારા સમગ્ર સાજિસ કરાઈ હોવાની ચર્ચાઓ

આ ઘટનામાં કદાચ કોઈ જાણભેદુ ઈસમો દ્વારા આ મેનેજર બાલાસિનોર થી નીકળ્યા તે સમયે તેમની પાછળ પીછો કરીને આ રોકડ રકમની લુંટ કરીને આલુટ ના બનાવને આકસ્મિક બનાવમાં ખપાવવા કાર સળગાવીને મેનેજરનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હોય તેવી ચર્ચાઓ થતી જોવા મળે છે. આ બનાવની સાચી હકીકત આ હાલ ગુમશુદા મેનેજર વિશાલ પાટીલનો પત્તો મળે ત્યારે ખબર પડશે..??? હાલ આ ગુમસુદા બેંક મેનેજરના પુત્ર વિની વિશાલ પાટીલને ઘટનાની જાણ થતાં તેઓ સંતરામપુર પોલીસ મથકે આવી ને ધટનાની જાણ કરેલ. આ મેનેજર વિશાલ પાટીલ તેમના ફેમિલી સાથે દાહોદ રહે છે ને બાલાસિનોર માં નોકરી કરે છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મહીસાગર જિલ્લા પોલીસ આ ધટના સબંધી હાલ ગોધરા રેજ આઈ.જી.પીના માગેદશેન હેઠળ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકને જીલ્લાની વિવિધ પોલીસની ટીમોને સંતરામપુર પોલીસ તપાસ હાથ ધરેલ છે ને પુછપરછ હાથ ધરેલ જોવા મળે છે. મહીસાગર જિલ્લામાં જાહેર માગે પર આવો રોબરીનો બનાવ બનતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ હાઈવે રોબરીની ઘટના સંદર્ભમાં ખરેખર શું સાચી હકીકત છે તે સબંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.

બેંકના ઉચ્ચ અધિકારીઓ બાલાસિનોર દોડી આવ્યા

સમગ્ર બાબતની બેંકના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં ઉપલા અધિકારીઓ બાલાસિનોર ખાતે આવેલી આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં દોડી આવ્યા હતા જ્યાં અન્ય સ્ટાફ સાથે ચર્ચાઓ કરી હતી જ્યારે સમગ્ર ઘટના બાબતે મીડિયા કર્મીઓ દ્વારા પ્રશ્ન પૂછતાં આવેલા કોઈ અધિકારીઓએ જવાબ આપ્યો ન હતો.