લુણાવાડા,
બાલાસિનોર ભીમ ભમેરડા મહાદેવ ખાતે બાલાસિનોર હોમગાર્ડ યુનિટના જવાનોને લાયન્સ કલબ દ્વારા માસ્ક, સેનેતાઇઝેર બોટલ અને હોમિયોપેથીક દવાના વિતરણનો કાર્યક્રમ નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક અને જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
બાલાસિનોરના રમણીય સ્થળ ભીમ ભમેરડા મહાદેવ પરિસરમાં કોરોનાની મહામારીના સમયમાં ફરજ બજાવતા હોમગાર્ડ યુનિટ બાલાસિનોરના જવાનોને બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા માસ્ક, સેનેટરાઈઝર બોટલ અને હોમિયોપેથીક દવાનુ વિતરણ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક તથા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ સોલંકી અને ઝોન ચેરમેન લાયન્સ મનહરભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ ચૌહાણ, લાયન્સ કલબ ના પ્રમુખ પ્રવીણભાઈ સેવક, બાલાસિનોર પી.આઇ. એમ.બી.મછાર, બાલાસિનોર હોમગાર્ડ ઓફિસ કમાન્ડિંગ ઓફિસર એફ.એફ પઠાણ, હોમગાર્ડના પંકજભાઈ ગાંધી તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર બાલાસિનોર દ્વારા હોમિયોપેથીક દવાઓનો સહયોગ મળ્યો હતો.