બાલાસિનોર એકતા ચેરીટેબલ ટ્રસ્ટને ભારતભૂષણ સેવા રતન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું

  • રાષ્ટ્રીય સન્માન ભારત ભૂષણ સેવા રતન એવોર્ડ થી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોરને દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યું.

બાલાસીનોર,

દિલ્હી ખાતે યોજાયેલા ભારત ભૂષણ એવોર્ડ, રાષ્ટ્રીય સન્માન કાર્યક્રમ યોજાયો. જેમાં બાલાસિનોર એક્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ Covind-19 ના સમયગાળામાં દિવ્યાંગોને માસ્ક બનાવવાનું કામ આપ્યું તેમજ Covind-19 કોરોના હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યું.15 હાથ લારીનો વિતરણ કરવામાં આવ્યું. 10 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. એકતા ચેરીટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાકીય કાર્યને લઈને રાષ્ટ્રીય સન્માન ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ (National Award) થી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોરને દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યું.

અખંડ ભારતીય રાષ્ટ્રીય સેવા દલ (શ્રીમદ્દ નારાયણ ફાઉન્ડેશન)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણસિંહજી સિંધા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ સમારંભમા ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યો માંથી સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટના રિયાઝ શેખ દ્વારા જણાવ્યું હતું કે, આ સન્માન મારૂં નહિ એક્તા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર પરિવાર ટીમનું છે. આપ સર્વ જ્ઞાતિ, સર્વ સમાજ, સર્વ ધર્મના લોકોનું છે. જેને અમને આ સેવાકીય પ્રવૃતિઓમાં તન, મન, થી સાથ સહકાર આપ્યો છે. તેમનું છે…આપ સૌનું છે અને તેઓએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.