લુણાવાડા, બાલાસિનોરના જમીયતપુરા ઝેરી કેમિકલયુકત કચરો નાંખવા માટે મેસર્સ મોૈર્યા એન્વાયરો પ્રોજેકટ પ્રા.લિ.નામની કંપની શરતો અને નિતી-નિયમો નેવે મુકી ડમ્પિંગ સાઈડ શરૂ કરવામાં આવી છે. જેનો સમગ્ર બાલાસિનોર તાલુકાની પ્રજા દ્વારા કેટલાય સમયથી સખ્ત ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાલાસિનોર તાલુકાની પ્રજા દ્વારા કલેકટર સહિત અનેક જગ્યાએ આવેદન આપવામાં આવ્યા છે.
મહિસાગર કલેકટર દ્વારા તા.17/02/2017ના રોજ સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં 4000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 99 ટકા લોકોએ કંપની નાંખવા બાબતે વિરોધ દર્શાવ્યો હતો. ડમ્પિંગ સાઈડની આજુબાજુના અંતરે બીડના મુવાડા, બડીયાદેવ, બોડેલી, વજેપુર, સહિતના ગામો તથા બે કિ.મી.ના એરીયામાં બાલાસિનોર શહેર સહિત નાના-મોટા અનેક ગામો આવેલા છે. જેમાં દોઢ લાખ જેટલી વસ્તી રહે છે. ડમ્પિંગ સાઈડથી 3 કિ.મી.ના એરીયામાં શાળાઓ, કોલેજો, આંગણવાડી કેન્દ્રો, પાણી પુરવઠાની લાઈનો, કુવાર, બોર, નદી, નાળા અને તળાવો આવેલ છે. છતાં રાજકિય નેતાની ભાગીદારીના કારણે આ સાઈટને મંજુરી મળી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં હાલમાં વરસેલા ધોધમાર વરસાદી પાણી ધનકચરા સાથે મિશ્રણ થવાથી વરસાદી પાણી કેમિકલ યુકત થઈ ઝરમર નદીમાં ઠલવાતા નદીનુ પાણી પ્રદુષિત થતાં જનતાને પીવાના પાણી તેમજ ખેતીવાડીમાં પ્રદુષિત પાણી ભરાવવાના કારણે નુકસાન થવાની ભિતી સેવાઈ હતી. આ અંગે સ્થાનિક લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરી ચકકાજામ કરવા હોવાની સ્થાનિક ધારાસભ્ય માનસિંહ ચોૈહાણને જાણ થતાં તાત્કાલિક ધોરણે ધટના સ્થળે પહોંચી સરકારમાં રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી મામલો થાળે પાડ્યો હતો.