બાલાસીનોર દોલત પોરડા ગ્રામ પંચાયતમાંં તત્કાલીન તલાટી દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર બાબતે તાલુકા પંંચાયત કચેરી દ્વારા સ્થળ તપાસ કર્યા વગર અહેવાલ તૈયાર કરાયો હોવાનો આક્ષેપ સાથેની અરજી ડીડીઓને કરવામાં આવી

  • તત્કાલીન તલાટી સામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા બાબતે આધાર પુરાવા સાથે રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ નહિ.

બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના દોલત પોરડા ગ્રામ પંચાયતમાં તત્કાલીન તલાટીઓ દ્વારા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આચર્યા બાદ પુન: સ્થળ તપાસ મુદ્દે બાલાસીનોર તાલુકા પંચાયતના અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા વગર પુન: અહેવાલ તૈયાર કરવામાં આવી ભ્રષ્ટાચારી તલાટીને છાવરવામાં આવતા હોવાની આક્ષેપ સાથેની અરજી સરપંચ મનોજ પટેલ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી છે.

દોલત પોરડાના સરપંચ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત અરજીમાં જણાવ્યુ હતું કે, તાલુકા વિલુકા વિકાસ અધિકારી બાલાસિનોર દ્વારા કોઈ પણ સ્થળ તપાસમાં આવ્યા સિવાય તેમજ અરજદારની જાણ સિવાય જેતે સમયના અધિકારી મદદનીશ ઈજનેર તાલુકા પંચાયત બાલાસિનોર નો 21 ફેબ્રુઆરી 2023 નો સ્થળતપાસનો બનાવટી તેમજ ખોટો અહેવાલ રજુ કરી જીલ્લા વિકાસ અધિકારીને ગેરમાર્ગે દોરી ગેરરીતી કરનારને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેની દરેક મુદ્દા સાથે ની વિગત તેમજ પુરાવા આ અરજી કરવામાં આવી છે. જેમાં 25 થી વધુ મુદ્દાઓ લખવામાં આવ્યા છે. ત્યારે આ તત્કાલીન તલાટી ઊર્મિલા બેલદાર દ્વારા પંચાયતના વેરા વસુલાતમાં ગેરરીતી તત્કાલીન ત.ક.મંત્રી દ્વારા ગ્રામજનો પાસેથી વેરા વસુલાત કરી અંદાજીત રૂ.150000/- જેટલી રકમ ગ્રામપંચાયત ના ખાતામાં જમા કરેલ નથી અને નાણાં ની ઉચાપત કરેલ છે. વેરા વસુલાત ને બનાવટી રોજમેળ માં હાથ ઉપરથી સીધો ખર્ચ બતાવીને ખુબજ ચાલાકી થી રોજ મેળ ઉપર જમા ઉધાર કરેલ છે. હાથ ઉપરથી સિધો ખર્ચ કર્યો હોય તેવા કોઈ પુરાવા નથી તમામ વાઉચર કોરા છે સરપંચની સહી નથી આ ઉપરાત 14 માં નાણાં પંચમાં પણ બીલ કરતાં વધારે નાણાં ઉપાડી કાયમી ઉચાપત કરેલ છે બાલાસિનોર તાલુકા પંચાયત દ્વારા તપાસની ટીમ દ્વારા જીલ્લાકક્ષાએ ગેરમર્ગે દોરી પોતાના હોદ્દનો દુર ઉપીયોગ કરી ગેરરીતી કરનારને બચાવવાનો પ્રયત્ન કરવા માં આવે છે, તેમજ આપની કક્ષાએ પણ અમારા દ્વારા વારંવાર લેખીત તેમજ મોખીક રજુઆત કરવા છતાંય કોઈ કાર્યવાહિ કરવામાં આવી નથી. જેવી સ્પષ્ટ સુચના મુજબ તા.વિ.અ. એ અરજદાર ને સાથે રાખીને અહેવાલ મોકલવાનો હતો છતાય કોઈ પણ પ્રકારની સ્થળ તપાસ વગર અહેવાલ આપની કક્ષાએ આપેલ છે. જેમાં ગંભીર બાબતો બનાવટી દફતર તેમજ વેરા વસુલાત થયેલ ગેરરીતી નો કોઈ ઉલ્લેખ ન કરીને તેઓના દ્વારા પણ ગેરરીતી કરનારા ઓને બચાવવાનો પ્રયત્ન કરવા માં આવેલ છે. જેવી અરજી મહીસાગર જીલ્લા વિકાસ અધિકારીને કરવા આવતા આ સમગ્ર ભ્રષ્ટાચારમાં અનેક બીજા તલાટીઓ પણ નામ ખૂલવાની શક્યતાઓ દેખાઈ રહી છે.