બાલાસીનોર દેવ ચોકડી ઉપર ચાલતા બોગસ દવાખાનાના સંચાલક દ્વારા રેઈડ માટે ગયેલ આરોગ્ય ટીમ અને પત્રકારો ઉપર જીવલેણ હુમલો કરતાં એસી.પી.ને આવેદન

બાલાસીનોર, બાલાસીનોર તાલુકાના દેવ ચોકડી ખાતે આવેલ બોગસ દવાખાનામાં આરોગ્ય વિભાગના દ્વારા રેઈડ કરવામાં આવી હતી. દરમિયાન દવાખાનાના સંચાલક દ્વારા આરોગ્ય કર્મીઓ અને પત્રકારો ઉપર હુમલો કરવામાં આવતાં આ બાબતે મહિસાગર જીલ્લા પોલીસવડાને આવેદન આપવામાં આવ્યું.

બાલાસીનોરના દેવ ગામે દેવ ચોકડી ઉપર સોનલકૃપા નામથી બોગસ દવાખાનુંં ચાલતું હોય આ દવાખાના ઉપર આરોગ્ય વિભાગની ટીમ અને પત્રકારો સાથે રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન દવાખાનામાં કોઈ ર્ડાકટર હાજર હતા નથી અને કંપાઉન્ડર દ્વારા દવાખાનું ચલાવવામાં આવતું હોય જેને લઈ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી અને રિપોર્ટીંગ માટે ગયેલ પત્રકારો વિડીયો ઉતારવા બહાર બેઠેલા હતા. દરમિયાન દવાખાના સંચાલક વિજય ગોહિલ પોતાની કાર લઈ દારૂ પીધેલ હાલતમાં દંડો લઇ આવી આ ગાડી કોની છે. તેમ કહી પત્રકારોની ગાડીના કાચ તોડી નાખી પત્રકારો અને આરોગ્ય કર્મચારીઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બોગસ દવાખાના ઉપર આરોગ્ય કર્મચારીઓ અને પત્રકારો ઉપર હુમલો થતાં પોલીસકર્મી સ્થળ ઉપર ચાલ્યા જઈ બેદરકારી દાખવી હોય જેને લઈ પત્રકારો દ્વારા મહિસાગર પોલીસ અધિક્ષકને આવેદન આપવામાં આવ્યું.

બોગસ દવાખાના ઉપર આરોગ્ય વિભાગે રેઈડ કરી હજારો રૂપીયાની એલેાપેથીક દવાનાો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.