બાલાસિનોર દેવ ચોકડીને જોડતા પુલના સળિયા પાંચ વર્ષમાં બહાર ડોકીયા કરતા આર એન્ડ બી કંપની પાસે મરામત કરાવવાનુ કહી હાથ અઘ્ધર કર્યા

બાલાસિનોર, રાજયમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડોના પુલો ખખડધજ બનતા સરકારે નારાજગી વ્યકત કરી છે ત્યારે મહિસાગર જિલ્લામાં વર્ષ-2019માં 99 કરોડના ખર્ચે રોડ બનેલો છે જેમાં બાલાસિનોરથી દેવ ચોકડી સુધીના માર્ગનો પણ સમાવેશ થાય છે. આ માર્ગ પરનો પુલ પાંચ વર્ષમાં ખખડધજ થઈ સળિયા નીકળી જતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ભ્રષ્ટાચારના માર્ગ પર ખાડાઓ અને પુલના સળિયા દેખાતા માર્ગ અને મકાન વિભાગે કંપની પાસે મરામત કરાવવાનુ જણાવી સંતોષ માણ્યો હતો. માર્ગ મકાન વિભાગ દ્વારા કં5નીની બાલાસિનોરથી દેવ ચોકડી સુધી વર્ષ-2019માં 99 કરોડના ખર્ચે માર્ગ સાથે પુલ બનાવવાનો કોન્ટ્રાકટ આપ્યો હતો. આ માર્ગ સહિત પુલ પાંચ વર્ષમાં ખખડધજ બન્યો છે. આ માર્ગ સાથે પુલની 20 વર્ષ કરતા વધુ આવરદાવાળા માર્ગ પર ખાડાઓ પડ્યા તેમજ પુલ પરના સળિયા બહાર નીકળી જતા ભય રહે છે. માત્ર પાંચ વર્ષમાં જ માર્ગ અને પુલ બિસ્માર થતાં કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. દેવ ચોકડી નજીક આવેલા પુલ પર અનેક ખાડાઓ પડતા સળિયાઓ પણ બહાર આવી ગયા છે. જેથી વાહનોમાં આ સળિયાઓ ભરાઈ જતા પંચર થવાની સાથે જ કાબુ ગુમાવી બેસે છે. માર્ગ બનાવનાર કંપની દ્વારા આ માર્ગ સમયસર મેન્ટેનન્સ ના થતાં બિસ્માર બન્યો છે. ત્યારે તંત્ર સજાગ બની આ માર્ગની મરામત કરાવે તેવી ચાલકોની માંગ ઉઠવા પામી છે. જયારે આર એન્ બી વિભાગે કંપની પાસે મરામત કરાવવાની કહીને હાથ ઉંચા કરી દીધા હતા. આ પુલની યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.