બાલાસિનોર,
બાલાસિનર નગર વિસ્તારમાં આવેલી એક હાઈસ્કુલમાં ધો-12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી વિધાર્થીની પર દાબેલીના વ્યવસાય સાથે જોડાયેલા યુવકે અપહરણ કરી બળાત્કાર ગુજારતા બાલાસિનોર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોર એક હાઈસ્કુલમાં અભ્યાસ કરતી ધો-12ની સામાન્ય પ્રવાહની વિધાર્થીનીને તેની સગીર વય ઉંમરની જાણ છતાં તેને લાલચ આપી ફસાવી ખરાબ ઈરાદે 10 માર્ચ 2023ના રોજ સવારના 11 કલાકથી બપોરના 2 વાગ્યાના સમયમાં આકાશ હોટલ પાસેથી એક્ટિવા પર રૈયોલી ડાયનોસોર પાર્ક ખાતે આવેલા જંગલમાં આરોપી અજય અર્જુન વાઘેલા દ્વારા ભોગ બનનારની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. તેની જાણ ધો12ની પરીક્ષા સમયે વિધાર્થીનીએ તેની માતાને કરતા બાલાસિનોર પોલીસે આરોપી અજય અર્જુનભાઈ વાઘેલા સામે આઈપીસી કલમ 363, 376 અને પોસ્કોની કલમ 4/6 મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં હાજર કરી સંતરામપુર ખાતે જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.