બાલાસિનોર, બાલાસિનોરમાં આવેલા પ્રિન્સીપાલ સીનીયર સીવીલ કોર્ટ કેમ્પસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન તેમજ નામદાર જીલ્લા ન્યાયાલય મહીસાગરના માર્ગદર્શન હેઠળ ઈ-સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન બાલાસિનોર પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ કે.એ.અંજારીઆના વરદ હસ્તે કરવામાં આવ્યું. જેમાં બાલાસિનોરના સરકારી વકીલએ.આર.તળપદા, વકીલબારના પ્રમુખ એલ.એચ.પઠાણ, ઉપપ્રમુખ ટી.આર.કાઝી, સેક્રેટરી આર.કે.પંચાલ તેમજ વકીલ વી.આર.પટેલ તેમજ બારના લાયબ્રેરીયન એમ.જી.શેખ તેમજ કોર્ટના રજીસ્ટ્રાર એચ.ડી.રાવલ તેમજ અન્ય વકીલમિત્રો તથા સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા. પ્રસંગ અનુરૂપ ઈ-સેવા કેન્દ્ર વિશે જજ કે.એ.અંજારીઆ શતથા વકીલ બારના સભ્ય આઈ.એસ.ઘાંચી નાઓએ સમજ આપી ઈ-સેવા કેન્દ્રનુ જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.