બાલાસિનોરમાં કોગ્રેસ મોટો ઝટકો લાગ્યો : એન.એસ.યુ.આઈ ડીસ્ટ્રીક કો ઓડીનેટર સહિત 70થી વધુ યુવાનો ભાજપમાં જોડાયા.

  • નગરપાલિકા વોર્ડ નં 7ના 60 યુવાનો રાજેશભાઈ પાઠકની હાજરીમાં ભાજપમાં જોડાયા.

બાલાસીનોર,લોકસભાની ચૂંટણી પહેલા કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને કોગ્રેસ ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ગુંથલી તાલુકા પંચાયત સીટના અને ફેલસાણી ગ્રામ પંચાયતના 80 જેટલા યુવાનો ભાજપમાં જોડાયા હતા અને આજે મહીસાગર જીલ્લાના બાલાસિનોર નગરના વોર્ડ નં.7 ઈન્દીરાનગરમાં રહેતા એન.એસ.યુ.આઈ. ડીસ્ટ્રીક કો ઓડીનેટર સહિત કોગ્રેસના 60 જેટલા યુવા કાર્યકરોએ ભાજપનો કેસરીયો કરી લેતા લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

ભાલાસિનોરના કિર્તિ કોમ્પ્લેક્ષમાં આવેલ પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ પાઠકના જનંપર્ક કાર્યાલય ખાતે એન.એસ.યુ.આઈ. ડીસ્ટ્રીક કો ઓડીનેટરસ્નેહલ બી.માસ્ટર (પીન્ટુ) રોહિત વાઘેલા, પારધી એરોન, અશોક વાધેલા સહિત 60 જેટલા બાલાસિનોર નગરના ઈન્દીરા નગરમાં રહેતા યુવાનો એ વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ પાઠક, હશેર પ્રમુખ સુભાષભાઈ પટેલ, મહામંત્રી જયકુમાર ત્રીવેદી, હિતેશ પટેલ, ઉપપ્રમુખ શીતલભાઈ પટેલની હાજરીમાં કોગ્રેસના યુવા કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણકરી ભાજપમાં જોડાયા છે જયારે ભાજપે આ યુવાનોને આવકાર આપયો હતો. ઉલલેખનીય છે કે, થોડાક દિવસો અગાઉ સલિયાવડી દરવાજા ખાતે લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની જાહેર સભામાં ગુંથલી તાલુકા પંચાયત સીટના અને ફેલસાણી ગ્રામ પંચાયતના 80 જેટલા યુવાનો ભાજપમાં જોડાયા હતા અને હેવે બાલાસિનોર નગરના વોર્ડ નં. 7ના કોગ્રેસના યુવા કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણી પહેલા રાજકિય માહોલ ગરમાયો છે.