
બાલાસીનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી સીટી સર્વેની કચેરી મોટાભાગે બંધ રહેતા નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ સિટી સર્વેની કચેરીમાં કામ કરતાં અધિકારીઓને અન્ય કચેરીઓનો ચાર્જ હોવાથી ઓફિસ સમયસર ના ખોલવામાં આવતા છેલ્લા એક વર્ષ ઉપરાંતના કામો ટલ્લે ચડ્યા છે.
મળતી વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલી સિટી સર્વેની કચેરીમાં બાલાસિનોર નગર વિસ્તારમાં રહેવાસ કરતા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસ કરતાઓને આ સિટી સર્વેની કચેરીમાં અવારનવાર કામ હેતુ આવવાનું હોવાનું આવવાનું હોય છે. ત્યારે આ કચેરીમાં ખોલવાનો સમય નક્કી ન હોવાના કારણે અરજદારોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છેલ્લા એક વર્ષથી કામો માટે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે અધિકારીઓ ચાર્જમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બાલાસિનોરની સીટી સર્વેની કચેરીમાં કાયમી અધિકારીની નિમણૂંક કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠી છે.