
બાલાસીનોર, બાલાસિનોર ટાઉન પોલીસ આજરોજ બપોરના પોલીસ ઇન્સ્પેકટર એ.એન.નિનામા તથા પોલીસ માણસો સાથે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળેલા તે દરમ્યાન બાલાસિનોર બસ સ્ટેન્ડમાંથી એક નાનું બાળક આશરે 3 વર્ષનું મળી આવેલ હોય જેથી તેનુંં નામઠામ પુછતા પોતે પોતાનું નામ કરણકુમાર બતાવતો હોય જે આધારે તેના ફોટા સોશીયલ મિડીયાનાં માધ્યમથી તેઓનાં વાલીવારસની શોધખોળ કરતા જાણવા મળેલ કે, સદર બાળક પાંચ હાટડીયા, હીંગળાજ માતાના મંદીર પાસે, બાલાસિનોર મુકામે રહેતા નાથભાઇ રામનરેશ યાદવ મુળ રહે.ગઢવાલ તા.બહા, જી.આગ્રા યુ.પી-80 નાઓનું હોવાનું જણાતા બાળકનાં પિતાનો સંપર્ક કરી અત્રેનાં પો.સ્ટે. બોલાવી પુછપરછ કરતા પોતાનું બાળક હોવાનું ઓળખ આપેલ જેથી કરણકુમાર નાથભાઇ રામનરેશ યાદવ ઉ.વ.03 મુળ રહે.ગઢવાલ તા.બહા,જી.આગ્રા,યુ.પી-80 હાલ રહે.બાલાસિનોર પાંચ હાટડીયા તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓને તેમના વાલીવારસને સોપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.