બાલાસીનોર બસ સ્ટેન્ડમાં ભીખ માંગતા ત્રણ બાળકોને 181 મહિલા હેલ્પ લાઈન ટીમ કાઉન્સલીંગ કરી દાદીને સોંપ્યા

બાલાસીનોર, બાલાસિનોર બસ સ્ટેશનમાં ત્રણ બાળકો ભીખ માંગતા હોય આ બાબતે જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પ લાઈનને કોલ કરી જાણ કરતાં મહિલા હેલ્પ લાઈન ટીમ સ્થળ ઉપર પહોંચી ત્રણ બાળકોને દાદીને સોેંપવામાં આવ્યા.

બાલાસીનોરના જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પ લાઈનને ફોન કરીને બાલાસીનોર બસ સ્ટેશનમાં ત્રણ બાળકો ભીખ માંગી રહ્યા છે. 181 ટીમે સ્થળ ઉપરથી ત્રણેય બાળકોનું કાઉન્સીલીંગ કર્યું હતું. તે દરમિયાન જાણવા મળ્યુંં કે, જે બે છોકરાઓની મમ્મી ભીખ માંંગવા મોકલે છે અને છોકરીને નાનપણમાં ફોઈએ ખોળે લીધેલ છે. છોકરીને તેની ફોઈ ભીખ માંગવા મોકલે છે. ભીખ માંગવા ન જાય તો ફોઈ મારપીટ કરે છે. ધરની જરૂરીયાત ભીખ માંગીને પુરી કરે છે. છોકરીના માતા-પિતાને ખ્યાલ નથી કે છોકરી પાસે ફોઈ ભીખ મંગાવે છે અને માતા-પિતા મળવા આવે ત્યારે ભીખ માંગવા મોકલતી નથી. ત્યારબાદ ફોઈની તપાસ કરતા સ્થળ ઉપર હાજર ન હોય મહિલા હેલ્પ લાઈન ટીમ દ્વારા ત્રણેય બાળકોને ભીમ ન માંગવા જવું અને શાળામાં ભણવા જવું જોઈએ તેમ સમજાવ્યા હતા. ત્યારબાદ ત્રણેટ બાળકોને તેના દાદીને ત્યાં જઈ સરપંચને બોલાવી વાતચીત કરી દાદીને સોંપવામાં આવ્યા હતા.