બાલાસિનોરના ઇન્દિરા નગરી વિસ્તારમાં ભરઉનાળે પાણીની સમસ્યા : સ્થાનિકોએ પીવાના પાણી માટે રઝળપાટ

બાલાસીનોર, બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા ઈન્દિરા નગરી વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નગર પાલિકા દ્વારા પાણી ના મળતા સ્થાનિક લોકોને પીવાના પાણી માટે પણ વલખાં મારવાનો વારો આવ્યો છે.

આ બાબતે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા સરકારી દવાખાના પાછળ આવેલા ઈન્દિરા નગરી વિસ્તારમાં છેલ્લા ત્રણ મહીનાથી પાણી માટે ખૂબ વલખાં મારવાનો વારો આવ્યો છે. જેમાં સ્થાનિકોને પીવાના પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે. ત્યારે આ બાબતે નગર પાલિકાના અધિકારીઓને મૌખિક અને લેખિત જાણ કરાઇ હોવા છતાં નક્કર પગલાં ભર્યા ના હોવાના કારણે ભર ઉનાળે ઈન્દિરા નગર વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિકો પીવાના સહિત વપરાશના પાણી માટે ભરઉનાળે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. ત્યારે નગર વિસ્તારના અનેક વિસ્તારોમાં ભરઉનાળે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે ઈન્દિરા નગરી વિસ્તારમાં પાણી સમયસર મળી રહે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.