બાલાસિનોર બેંક ઓફ બરોડા શાખામાં અપૂરતા સ્ટાફથી ગ્રાહકો પરેશાન

  • બેંકમાં નોકરી કરતા કર્મચારીઓ વારંવાર ફોન ઉપર રહેતા હોય ગ્રાહકોને મુશ્કેલી પડે છે.

બાલાસિનોર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ગ્રાહકોને મુશ્કેલીઓ વેચવી પડી રહી છે. આ બેંકમાં અપૂરતા સ્ટાફને કારણે ગ્રાહકોનો સમય બગડે છે. ઓછા સ્ટાફમાં પણ કર્મચારીઓને ફોન આવી જાય તો તેઓ ફોનમાં લાગેલા રહે છે અને ગ્રાહકો ને રાહ જોવી પડી રહે છે.

બાલાસિનોર ખાતે બેન્ક ઓફ બરોડાની શાખા આવેલી છે. આ શાખામાં બાલાસિનોર ઉપરાંત આસપાસના ગામડાઓના અનેક ગ્રાહકોના ખાતા છે અને વિવિધ કામ અર્થે લોકો બેંકમાં આવે છે. પરંતુ બેંક અપૂરતા સ્ટાફને કારણે ગ્રાહકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકમાં તમામ સ્ટાફ હિન્દીભાસી હોય ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજા સાથે તાલમેલ થઈ શકતો નથી. ગ્રાહકો કરે તે બેંકના કર્મચારીઓ સમજી શકતા નથી અને બેંકના કર્મચારીઓ જે વાત કરે તે ગ્રાહકો જલ્દી સમજી શકતા નથી. ઉપરોક્ત બેંકના કર્મચારીઓ અને વારંવાર ફોન આવી જતાં પોતાની જગ્યા છોડીને વાતોમાં લાગેલા રહે છે. પરિણામે ગ્રાહકોને લોબો સમય સુધી રાહ જોવી પડે છે. બેંકમાં વિવિધતા માટે આવતા ગ્રાહકો વિવિધ સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા હોય ઝડપથી આ સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રાહકો માંગ ઉઠાવી રહ્યા છે.