રાજયમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહિસાગર જિલ્લાના બાલાસિનોર પંથકમાં વરસાદ પડ્યો હતો. આજુબાજુના અનેક વિસ્તારોમાં અનેક પાકોની નુકસાનની ભિતી સેવાઈ રહી છે. જેને કારણે ખેડુતો ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગની આગાહી દ્વારા પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેના પગલે મહિસાગર જિલ્લામાં વાદળીયુ વાતાવરણ છવાયુ હતુ. પંચમહાલ જિલ્લામાં વાદળીયા વાતાવરણથી ગરમીમાં આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહીના પગલે બાલાસિનોરમાં વાતાવરણ બદલાતા ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. બાલાસિનોરમાં સાંજના સમયે પવન સાથે રસાદ આવતા ખેડુતો ચિંતામાં મુકાયા હતા.