બાલાસીનોર તાલુકામાં આવેલાં ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વીજ બિલ ના ભરતા વીજ પુરવઠો કપાયો

  • પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ ઉદ્દભવી દર્દીઓની સારવારમાં અનેક પરેશાની.

બાલાસિનોર , બાલાસિનોર તાલુકામાં આવેલી ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક સાથે મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો કાપી નાખવામાં આવતા સારવાર કરાવવા આવતા દર્દીઓ ભારે પરેશાન થઈ ચુક્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના ગુંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું 10,666, જનોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું 80,57, પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું 3164 અને ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું 2227 રૂપિયા મળી કુલ 24114 રૂપિયા વીજબિલ ન ભરતા બાલાસિનોર ખાતે સ્થિત મધ્ય ગુજરાત વીજ પુરવઠાને કપની દ્વારા ચારેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વીજ કનેક્શન કાપી નાખ્યું છે. ત્યારે ભર ગરમીમાં વીજ જોડાણ કપાઈ જતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે સગર્ભા સ્ત્રીઓ તેમજ નાના બાળકોને ઠંડકમાં રાખેલી રસી મૂકવામાં આવે છે જે રસી ફ્રિઝમાં મૂકવામાં આવતી હોય છે. તેના માટે સવાર-સાંજ બંને ટાઈમ ફ્રીજનું તાપમાન નોંધવામાં આવતું હોય છે. પરંતુ વીજ જોડાણ કપાઈ જવાના કારણે આ રસી માટે અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવતી હોય છે. ત્યારે જો વીજ જોડાણ કપાઈ જવાના કારણે રસી ઠંડક વગર મુકવામાં આવશે તો તેની આડઅસર થાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઉભા થયા હતા જ્યારે બાલાસિનોર તાલુકામાં પાડા ના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ બની છે.

વીજબિલ નાણાં ભર્યા પછી ચાલુ કરશે : ઇજનેર

ઘણાં લાંબા સમયથી વીજબિલ બાકી હતું. જેને લઈને વારંવાર માંગણી કરવા છતાં વીજબિલ ભરપાઈ ન કરવાથી ઉપલી કચેરીના આદેશ અનુસાર ચારેય PHC માં વીજલાઈટના જોડાણ કાપવાની ફરજ પડી હતી. વીજબિલ ના નાણાં ભરપાઈ કર્યા પછી સત્વરે ચાલુ કરી દેવાશે.: – એચ.કે.પારદશાની, નાયબ ઇજનેર, બાલાસિનોર MGVCL …